અગ્નિ પરીક્ષા આપીશ તારા માટે,
ભલેને તું પ્રાપ્ત હોય..
આ જન્મમાં મળ્યો છે તુ ,
આવતા જન્મમાં પણ તું જ હોય….

એવી ઉંચાઈએ જવું છે,
જ્યાં આપણા સિવાય કોઈ ન હોય ..
એવી વસ્તુ પ્રાપ્ત કરવી છે,
જે આપણા સિવાય કોઈની ન હોય…

આપ્યુ છે તે દિલ તારુ ,
મારી ધડકન ઉપર હાથ મૂકી…
હું પણ આપીશ એવો પ્રેમ,
તારી ધડકન ઉપર હાથ રાખી…

કોઈ બીજો મીટાવી ના શકે ,
એવું કામ છે તારું…
અમૂલ્ય વસ્તુ ઉપર લખવું છે,
એ નામ તારું …

ક્યારે દામ નહી લાગી શકે,
આપીશ એવી તને પ્રેમ ની ભેટ…
પ્રેમ કરીશ હંમેશા તને ,
બસ યાદ રાખજે આ અમૂલ્ય ભેટ…

નહીં કરી શકે કોશિશ કોઈ,
તારા સિવાય મને મેળવવાની…
લઈ ગયો છે એ પ્રેમ ,
તું હિંમત નહીં કરે મને ખોવાની…

આપીશ મારા દિલ થી પણ વધારે તને માન,
બસ રાખજે તુ મારા નિસ્વાર્થ પ્રેમને યાદ..‌.

ભીંજવી જાય છે એ પળ,
જયારે તું પ્રેમ ગીત ગાતો…
ભાવ ભીની આંખો કરી દે છે,
એ તારા દિલની વાતો…

નામ લઉ ત્યાં ગુંજી ઊઠે છે ,
આ દિલ ની ધબકાર…
મન મક્કમ રાખવા છતા ,
પહોંચી જાય છે એ તારી સંગાથ…

આવી પડી હશે મુશ્કેલી,
તો તેનો હલ હશે તુ…
બસ મારા હાથથી લખાશે જે શબ્દ,
તેનો અર્થ હશે તુ…

  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.
લેખક: Ayushi Barvaliya

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here