કોરોના મહામારી દરમિયાન છેલ્લા કેટલાક મહિનાઓમાં ડુંગળીની વધારે નિકાસ થઇ છે. દેશમાં ડુંગળીની કિંમતો વધી ગઇ છે.

લોકડાઉને કારણે વેપાર ધંધા ધીમા છે તેવામાં હવે શાકભાજીના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે. જે ડુંગળી 20 રૂપિયે કિલો મળતી હતી તેના ભાવ હાલ 45થી 50 રૂપિયા સુધી પહોંચી ગયા છે. જેને ધ્યાનમાં રાખીને સરકારે તેના નિકાસ પર પ્રતિબંધ મુકી દીધો છે.

ડાયરેક્ટ્રરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT)એ એક નોટિફિકેશનમાં કહ્યું કે, બધા પ્રકારની ડુંગળીની નિકાસ પર તત્કાલ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેમાં બેંગલૂર રોજ અને કૃષ્ણાપુરમ ડુંગળી પણ સામેલ છે. અત્યાર સુધી ડુંગળીના આ પ્રકારની નિકાસ પર કોઈ પ્રતિબંધ નહોતો.

Onion prices reach Rs 45-50 per kg, government bans exports.

દેશમાં ડુંગળીની કિંમતો વધી ગઇ છે અને સ્થાનિક બજારમાં તેની અછત છે. કોરોના મહામારી દરમિયાન છેલ્લા કેટલાક મહિનાઓમાં ડુંગળીની વધારે નિકાસ થઇ છે. ભારતે એપ્રિલ-જૂન દરમિયાન 19.8 કરોડ ડોલરની ડુંગળીની નિકાસ કરી છે જ્યારે છેલ્લા એક વર્ષમાં 44 કરોડ ડ઼ોલર ડુંગળીની નિકાસ કરવામાં આવી હતી. ભારતમાંથી બાંગ્લાદેશ, મલેશિયા, યુએઇ અને શ્રીલંકામાં ડુંગળીની સૌથી વધુ નિકાસ થાય છે.

  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here