ગુજરાતમા આવી આફત એટલે કે 9 દિવસમાં પેટ્રોલમાં રૂ.7 અને ડીઝલમાં રૂ.7.23નો કાળઝાળ વધારો!!

કોરોનાનો કહેર ઘટવાના બદલે વધી રહ્યો છે. બે મહિનાના લોકડાઉનથી ધંધા, રોજગાર, ઉધોગોને પડેલા મારની કળ હજુ વળી નથી. વેતનદાર સમૂહના માથે પગારકાપની વિપદા છે તેવામાં ગુજરાતની ભાજપ સરકારને તિજોરીની આવકમાં રૂ.26 હજાર કરોડનાનું જે ગાબડું પડવાનું છે તે પૂરવા પ્રજાના માથે પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધારો ઝિકાયો છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરેલી જાહેરાત મુજબ,રાજયમાં સોમવારે મધરાતથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં બે રૂપિયાનો વધારો અમલી બનશે.આમ, ગુજરાતની પ્રજા પર જાણે પડ્યા પર પાટુ માર્યા જેવો ઘાટ ઘડાયો છે.

સરકારે વિપદામાં પડેલી પ્રજાના ખિસ્સામાંથી આ ભાવવધારાથી વર્ષે રૂ. 1800 કરોડ ખંખેરી લેવાનો નિર્ણય કર્યો છે. બીજી બાજુ જાહેર ક્ષેત્રની ઓઇલ કંપનીઓ દ્રારા સોમવારે નવમા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં લિટરે અનુક્રમે 48 પૈસા અને 59 પૈસાનો વધારો કરતા દેશમાં ઈંધણોની કિંમતો એક વર્ષ કરતા વધુ સમયની સૌથી ઊંચી સપાટી પર પહોંચી છે.

ગુજરાતમા આવી આફત એટલે કે 9 દિવસમાં પેટ્રોલમાં રૂ.7 અને ડીઝલમાં રૂ.7.23નો કાળઝાળ વધારો!!
ગુજરાતમા આવી આફત એટલે કે 9 દિવસમાં પેટ્રોલમાં રૂ.7 અને ડીઝલમાં રૂ.7.23નો કાળઝાળ વધારો!!

સોમવારે સાંજે પત્રકાર પરિષદને સંબોધતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહયું કે, ગુજરાતમાં પેટ્રોલનો ભાવ રૂ. 71.88 પૈસા છે જે દેશમાં 22 રાજ્યોથી ઓછો છે. જયારે ડીઝલ પ્રતિ લિટરે રૂ. 70.12 પૈસા છે. ભારતમાં ડીઝલની કિંમતોમાં ગુજરાત 9 માં ક્રમે છે, બીજા રાજ્યોની સરખામણીમાં આપણે ત્યારે પહેલાથી જ ભાવ ઓછો છે.

કોરોનાની મહામારીમાં બે મહિના રાજ્યમાં કોઈ વેપાર-ધંધો કે ઉધોગો ચાલુ ન હતા લોકડાઉન હતું. હજુ પણ ચેપનો ફેલાવો ન વધે તેવી રીતે જનજીવનને આગળ વધારવાનું છે. આથી,સરકાર સંચાલન માટે કર્મચારીઓના પગાર ઉપરાંત યોજનાના નિયમિત ખર્ચને પહોંચી વળવા ન છૂટકે આ નિર્ણય લેવો પડ્યો છે. ચાલુ નાણાકીય વર્ષમાં આ નિર્ણયથી રૂ. 26 હજાર કરોડના નુકસાન સામે રૂ.1,800 કરોડની આવક મળી શકશે.

9 દિવસમાં પેટ્રોલમાં રૂ.7 અને ડીઝલમાં રૂ.7.23નો કાળઝાળ વધારો..!
ગુજરાતમાં આજે પેટ્રોલનો ભાવ 75.62 રૂપિયા / લિટર છે.
પેટ્રોલના ભાવમાં 15 મી મેથી 8.1 રૂપિયા / લિટર વધારો થયો છે જ્યારે તે 67.52 રૂપિયા / લિટર હતો.
ગુજરાતમાં ડીઝલનો ભાવ આજે 74.11 રૂપિયા / લિટર છે.
15 મી મેથી ડીઝલની કિંમત 8.56 રૂપિયા / લિટર વધી છે જ્યારે તે 65.54 રૂપિયા / લિટર હતી.

આંતરરાષ્ટ્રીય બજારમાં ફૂડ તેલની કિંમતો છેલ્લા ઘણા વર્ષોની નીચી સપાટી પર હોવા છતાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો ભડકે બળી રહી છે. ઓઇલ કંપનીઓ દ્રારા સોમવારે સતત નવમા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો કરતા ઈંધણોની કિંમતો છેલ્લા એક વર્ષની સૌથી ઊંચી સપાટી પર પહોંચી છે.

ભારતમાં છેલ્લે પેટ્રોલ અને ડીઝલની આટલી ઊંચી કિંમતો ઓક્ટોબર-નવેમ્બર 2018 માં નોંધાઈ હતી. તે સમયે આંતરરાષ્ટ્રીય બજારમાં ફૂડ તેલની કિંમત ઊંચી સપાટી પર પહોંચી હતી. છેલ્લા 9 દિવસથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં થઇ રહેલા વધારાના પગલે પેટ્રોલની કિંમતમાં પ્રતિ લીટર રૂપિયા પાંચ અને ડીઝલની કિંમતમાં પ્રતિ લીટર રૂપિયા 5.23 નો વધારો નોંધાઈ ચુક્યો છે. હવે ગુજરાત સરકાર દ્રારા વધુ 2 રૂપિયાનો વધારો કરતા 9 દિવસમાં પેટ્રોલમાં રૂ.7 અને ડીઝલમાં રૂ.7.23 નો કાળઝાળ વધારો થયો છે.

  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.
Previous articleગુજરાત યુનિવર્સિટી દ્વારા 2 અને 13 જુલાઈ એ રાખવામાં આવેલી પરીક્ષાઓ રાખવામાં આવી મોકુફ.
Next articleશાળાઓ નો ઓનલાઇન ક્લાસ લઇ ને ફી લેવાનો ધંધો.