ભારત ચીન ઘર્ષણને લઈને એકશનમાં આવેલ PM મોદીએ લીધો મોટો નિર્ણય,19જૂને કરશે બેઠક જેમાં દેશની વિવિધ પાર્ટી ના અધ્યક્ષ સામેલ થસે.

ગઇકાલે લદ્દાખની ગાલવાન ઘાટીમાં ભારત અને ચીનની વચ્ચે થયેલી હિંસક અથડામણ પર મોદી સરકાર એક્શનમાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લેતા આગામી 19 જૂનના રોજ સાંજે 5 વાગ્યે સર્વદળીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં દેશની વિવિધ પાર્ટીના અધ્યક્ષ સામેલ થશે. જેમાં ભારત-ચીન સીમા વિવાદ અંગે ચર્ચા કરવામાં આવશે. નોંધનીય છે કે, ગઇકાલે પૂર્વ વડાપ્રધાન દેવગૌડાએ ભારત-ચીનની અથડામણને લઇને પ્રધાનમંત્રીને સર્વદળીય બેઠક બોલાવવાની અપીલ કરી હતી.

પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા બુધવારે કરવામાં આવેલ એક ટ્વીટમાં આ વિષે જાણકારી આપવામાં આવી હતી. ભારત-સીમા ક્ષેત્રમાં સ્થિતિ પર ચર્ચા કરવા માટે પ્રધાનમંત્રી મોદીએ આગામી 19 જૂનના રોજ દેશની તમામ રાજકીય પાર્ટીઓની બેઠક બોલાવી છે. જેમાં વિવિધ પક્ષના વડાઓ સામેલ થશે.

ભારત – ચીનની સરહદ પર ગલવાન ઘાટીમાં શહીદ થયેલા ભારતના 20 જવાનોને રક્ષામંત્રી રાજનાથસિંહ દ્વારા શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. રક્ષામંત્રી રાજનાથસિંહે પોતાનું નિવેદન જારી કર્યું છે.અને એમાં લખ્યું કે ગલવાન ઘાટીમાં સેનાના જવાનોએ પોતાની ફરજ નિભાવતાં પોતાનો જીવ આપ્યો છે, દેશ તેમના બલિદાનને ક્યારેય ભુલી નહીં શકે.
રાજનાથસિંહે કહ્યું છે કે ગલવાન ઘાટીમાં સૈનિકોને ગુમાવવા દર્દનાક છે. આપણા સૈનિકોએ પોતાની ફરજ નિભાવતા દેશ માટે જીવ આપ્યો છે. દેશ તેમના માટે સદાય માટે આભારી રહેશે.

ચીનના સૈનિકોના મોત પરંતુ ડ્રેગન સ્વીકારવા તૈયાર નહીં:- પૂર્વ લદ્દાખની ગલવાન ઘાટીમાં ચીન સાથે થયેલી હિંસક અથડામણમાં ભારતના ઓછામાં ઓછા 20 જવાન શહીદ થયા છે. જ્યારે આ અથડામણમાં ચીનને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. જેમાં ચીનના પણ 43 સૈનિકો ઇજાગ્રસ્ત કે મૃત્યુ પામ્યા છે તેવા સૂત્રો દ્વારા સમાચાર મળ્યાં છે. આ વચ્ચે LACની બીજી તરફ ચીનના હેલિકોપ્ટર જોવા મળ્યાં છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ આ હેલિકોપ્ટરમાં મૃત અને ઘાયલ સૈનિકોને એરલિફ્ટ કરવામાં આવી રહ્યાં છે. જો કે ચીની મીડિયામાં તેમના સૈનિકોના મોતને લઈને કોઈ ખબર છપાઈ ન હતી અને માત્ર અથડામણ થઈ હતી તેવું કવરેજ કરાયું હતું.

LAC પર સોમવારે ચીન સાથે થયેલી હિંસક અથડામણમાં ભારતના 20 જવાનો શહીદ થયા છે તેવું સરકારી સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું ત્યાર બાદ ભારતીય સેનાએ પણ આ વાતની પુષ્ટિ કરી હતી. અગાઉ મંગળવારે બપોરે સત્તાવાર રીતે એક ઓફિસર અને 2 જવાનો શહીદ થયા હોવાની ખબર સામે આવી હતી ત્યારે હવે સત્તાવાર રીતે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ આ હિંસક અથડામણમાં 20 જવાનો શહીદ થયા છે. સોમવાર રાત્રે બંને દેશો વચ્ચે સેનાઓની વચ્ચે હિંસક અથડામણ દરમ્યાન આ ઘટના બની હતી. આ ઘટના ત્યારે બની જ્યારે સોમવારે રાતે ગલવાન ઘાટી પાસે બંને દેશો વચ્ચે વાતચીત બાદ સ્થિતિ સામાન્ય થવા તરફ વધી રહી હતી.

  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here