પબજી મોબાઈલ ગેમ્સએ છેલ્લા 6 માસમાં જ 1.3 અબજ ડોલરની કમાણી કરી છે. પબજી મોબાઈલની લાઈફટાઈમ કમાણી 3 અબજ ડોલર થઇ ગઈ છે. એટલે કે પબજીએ અત્યાર સુધીમાં અંદાજે 22 હજાર કરોડ રૂપિયાની કમાણી કરી છે. ભારતમાં આ ગેમ્સ સૌથી વધુ ડાઉનલોડ થઇ હતી. ભારતના ગૂગલ પ્લે સ્ટોરમાં આ ગેમ ટોપ-૫ માં રહી હતી. લોકડાઉન પછી પબજીના યુઝર્સ વધ્યા હતા. છેલ્લા 3 મહિનામાં જ દુનિયામાં પબજીને 60 કરોડ નવા યુઝર્સ મળ્યા હતા.

2020 ના પ્રથમ 6 માસમાં 1.3 અબજ ડોલરની કમાણી સાથે પબજી સૌથી વધુ કમાણી કરનારી ગેમ બની ગઈ છે.
દક્ષિણ કોરિયન કંપની પબજી દ્રારા બનેલી ગેમ પ્લેયર્સ અન્નોન બેટલ ગ્રાઉન્ડસે લાઈફટાઈમ 3 અબજ ડોલરની કમાણી કરી લીધી છે.
આટલી કમાણી કરનારી એ દુનિયાની પહેલી એપ છે. બીજી રીતે કહીએ તો અંદાજે 22 હજાર કરોડ રૂપિયાની કમાણી સુધી પહોંચનારી આ પ્રથમ એપ છે. તેની લોકપ્રિયતા દિવસે દિવસે વધતી જાય છે.

લોકડાઉનના કારણે લોકો ઘરમાં બંધ રહ્યા તેનો સૌથી વધુ ફાયદો આ ગેમને મળ્યો હતો. ગુગલ પ્લે સ્ટોરમાં છેલ્લા 4 મહિનાથી આ ગેમ ટોપ ચાર્ટમાં રહી હતી. આ ગેમ ગુગલ પ્લે સ્ટોરમાંથી 65% ડાઉનલોડ થઇ હતી, તો એપલ સ્ટોરમાંથી 35% ડાઉનલોડ થઇ હતી.
PUBG હાલ પુરી દુનિયા માં સુધી વધારે લોકપ્રિય ગમે બની ચુકી છે.
-
તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
-
તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.