રાજકોટ શહેરની એક નામાંકિત શાળાના આચાર્યએ સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે અને શિક્ષણ પ્રણાલી અને સરકાર વિરુદ્ધ વલણ અપનાવ્યું હતું.

લાલ બહાદુર કન્યા” વિદ્યાલયના આચાર્યએ સરકાર પર એક રીતે શિક્ષણ માફિયા સાથે જોડાયેલા હોવાનો આરોપ લગાવ્યો હતો કે અન્ય આચાર્ય ભરતસિંહ પરમાર મુખ્ય પ્રધાન અને શિક્ષણ પ્રધાનની ટીકા કરી હતી અને પૂછ્યું હતું કે સરકાર શા માટે શાળા શરૂ કરવાની ઉતાવળમાં છે.

શું પુસ્તકો અને ગણવેશ સહીતની ચીજો પર કમિશન છે? સાથે જ તેમને કહીંયુ કે ઓનલાઈન શિક્ષણથી બાળકોની માનસિક સ્થિતિ ખરાબ થશે ઓનલાઈન શિક્ષણ નો નિર્ણય કરવાવાળા ભણીયા જ નથી જો ડોક્ટર ને કોરોના થતો હોય તો બાળકોની સ્થિતિ શું?

કોરોના જેવી મહામારીની વચ્ચે વિશ્વ્ ના બધા રાષ્ટોની શાળા માં શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યુ છે કેમ WHO નો રિપોર્ટ છે કે બાળકો અને વડીલો ને કોરોના તરત લાગુ પડે છે. શાળા એક એવું માધ્યમ છે કે જયાં અત્યારે નાની ઉંમર ના બાળકો આવે છે તેમને ખબર નથી હોતી “odd-even” પદ્ધતિ શું છે કે સોશ્યિલ ડિસ્ટન્સ કઈ રીતે જાળવવું તે વિષે મુખ્યપ્રધાન અને શિક્ષણપ્રધાન વારંવાર સ્ટેટમેન્ટ બદલે છે, પેહલા એવું સ્ટેટમેન્ટ આવ્યુ કે 1 જુલાઈ એ શરૂ થશે પછી આવ્યુ કે 15 ઓગસ્ટ પછી..!

શું સરકાર સેલ્ફ ફાઈન્સ શાળાની આવક લીધે ચાલુ કરવા માંગે છે કે શિક્ષણ ના લીધે અભ્યાસ બગડે છે એટલે કારણ કે આજે દરેક બાળકનું જીવન મહત્વનું છે શિક્ષણ નહિ આજે જો કોરોના જેવી મહામારી ડૉક્ટર ને થઇ શકતી હોય અને ડૉક્ટર એનું ધ્યાન ના રાખી શકતા હોય તો એક નાનું બાળક કઈ રીતે કરી શકે? અને અહીંયા ઘણા બાળકો આવે છે તો કઈ રીતે સોશ્યિલ ડિસ્ટન્સ રાખવું? સાયકોલોજી ના નિયમ પ્રમાણે છે કે 13 વર્ષ થી નાના બાળકોને ફોન ના આપવો જોઈએ.

કોરોના વાયરસ નાબૂદ કે તેની દવા ના શોધાય ત્યાં સુધી બાળકો ને શાળાએ ના મોકલવા વિનંતી.

  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here