જે ગ્રહ પર જીવન ટકી શકે તેમ હોય ભલે ત્યાં જીવન ઉદભવ્યું ના હોય તેને વસવાટયોગ્ય કહેવામા આવે છે. આજે આપણે પૃથ્વી પરની વસવાટયોગ્ય જગ્યા વિષે જાણવા જઇ રહ્યા છીએ. પૃથ્વી જીવન માટે પ્રવાહી પાણી, જટિલ સજીવ અણૂઓ ભેગા થઈ શકે એવું વાતાવરણ અને ચયાપચયની ક્રિયા માટે પૂરતી ઉર્જાઑ જેવી આવશ્યકતા પૂરી પાડે છે. સામાન્ય રીતે પૃથ્વી પર જીવન ઉદ્ભવવા અને જીવન ટકાવા પાછળ પૃથ્વીનું સૂર્યથી અંતર તેમ જ તેની લગભગ લંબગોળ જેવી પરિભ્રમણ કક્ષા, પરિભ્રણમનો દર ધરીનો ઝુકાવ, ભૂસ્તરશાષ્ત્રીય ઇતિહાસ, ટકાવી રખતું વાયુમંડળ અને સંરક્ષણાત્મક ચુંબકીય ક્ષેત્ર એમ તમામ પરિબળો કારણભૂત છે.
જીવમંડળ
પૃથ્વી પરના જીવોએ ક્યારેક જીવમંડળ રચ્યું હતું તેવું કહેવાય છે. સામાન્ય રીતે આ જીવમંડળની ઉત્પત્તિ ની શરૂઆત લગભગ 3.5 અબજ વર્ષો પેલા થઈ હોવાનું માનવમાં આવે છે. સમગ્ર બ્રહમાંડમાં જીવનનું અસ્તિત્વ જાણવા મળ્યું હોય તેવો એક માત્ર ગ્રહ પૃથ્વી છે. પૃથ્વી જેવુ અનુકૂળ જીવ મંડળ બીજે ક્યાય મળવું કદાચ દુર્લભ છે આવું કેટલાક વૈજ્ઞાનિકના મતે માનવું છે.
જીવમંડલ અનેક બાયોમ્સમાં વહેચાયેલું છે જેમાં બૃહદ રીતે પ્રમાણમા એકસરખા વનસ્પતિ અને પ્રાણીઓ વસે છે. જમીન પરની અક્ષાંશ અને દરિયાની સપાટી આ બાયોમ્સને અલગ પાડે છે. ઉત્તરધ્રુવ અને દક્ષિણ ધ્રુવ વર્તુળ અથવા ખૂબ ઊંચાઈ એ આવેલ જમીનગત બાયોમ્સ પ્રમાણમા નહિવત્ત ઉજ્જડ કહેવાય તેટલી વનસ્પતિ અને પ્રાણી જીવો ધરાવે છે. જ્યારે અક્ષાંશ પર જોવા મળતી પ્રજાતિઓની સૌથી વધુ વિવિધતા વિષુવવૃત પર જોવા મળે છે.
જુઓ પહેલો ભાગ : Some Fact About an EARTH.!!
કુદરતી સ્ત્રોત અને જમીનનો ઉપયોગ
મનુષ્ય પોતાના હેતુઓ મતે વાપરી શકે તેવા સ્ત્રોતો પૃથ્વી પૂરા પાડે છે. તેમાના કેટલાક સ્ત્રોતો પુન:જીર્વિત ન કરી શકાય તેવા હોય છે. દા.ત ખનીજ ઇંધણો ને ટૂંક સમયમાં પાછા એકઠા કરવા મુશ્કેલ છે.
અશ્મિભૂત ઈંધણો જેવાકે કોલસો, ખનીજ તેલ/ પેટ્રોલિયમ, કુદરતી વાયુ, અને મિથેન ક્લાથરેટનો જમા થયેલ વિશાળ જથ્થો પૃથ્વીના પેટાળ માથી મેળવવામાં આવે છે. મનુષ્ય જમા કરેલ ઈંધણનો ઉપયોગ ઉર્જા પેદા કરવા માટે અને રસાયણિક ઉત્પાદન પ્રક્રિયામાં પોષકજથ્થા તરીકે કરે છે.
પૃથ્વીનું જીવમંડળ માણસને ઉપયોગી થાય એવા અનેક જૈવિક ઉત્પાદનો કરે છે. જેમાં ખોરાક, લાકડું, ઔષધિ તત્વો, ઑક્સીજન અને કેટલાય સજીવ કચરાનું પુનઃચક્રીકરણ થઈ જાય છે. જમીનને આધારિત ઇકો-સિસ્ટમ પૃથ્વીના ઉપલા પોપડા અને તાજા પાણી પર જ્યારે મહાસાગરની ઇકો-સિસ્ટમ જમીન પર ધોવાઈને આવતા ઓગળેલા ઢ્રવ્યો પર આધારિત હોય છે. રહેવાલાયક પદાર્થો બનાવા માટે બાંધકામ સામગ્રીનો ઉપયોગ કરીને મનુષ્યો પણ જમીન પર રહેતા હોય છે.
1993ના survey મુજબ મનુષ્ય દ્વારા થતો જમીનનો ઉપયોગ આશરે નીચે મુજબ હતો.
જમીનનો ઉપયોગ | ટકા |
---|---|
ખેડાઉ જમીન | 13.13% |
કાયમી પાક માટેની જમીન | 4.71% |
કાયમી ગોચર જમીન | 26% |
વન અને જંગલપ્રદેશ | 32% |
શહેરી વિસ્તારો | 1.5% |
અન્ય | 30% |
1993માં આશરે 2,481,250કિમી જેટલી જમીન સિંચાઇ સુવિધા ધરાવતી હતી.
નવેમ્બર 2008ના survey મુજબ પૃથ્વી પર આશરે 6,740,000,000 માનવો વસે છે. અનુમાનો મુજબ વિશ્વની માનવવસતી 2013માં 7 અબજ સુધી અને 2050માં 9.2 અબજ સુધી પહોંચશે. મોટાભાગની માનવવસતીનો વિકાસશીલ દેશો માં થશે. આખા વિશ્વમાં માનવવસ્તીની ગીચતા સ્થળે સ્થળે જુદી છે. પરંતુ માનવવસતી મોટા ભાગે એશિયામાં વસે છે. વર્ષ 2020 સુધીમાં વિશ્વની માનવવસતીના 60% જેટલા લોકો ગ્રામ્ય વિસ્તાર ને બદલે શહેરી વિસ્તારમાં વસતા હશે એવું અનુમાન કરવામાં આવ્યું હતું.
2004ના survey મુજબ કુલ મળીને લગભગ 400 લોકો પૃથ્વીના વાયુમંડળની બહાર ગયા છે અને તેમાથી બાર જાણ ચંદ્ર પર ઉત્તરણ કર્યું હતું. અવકાશમાં જો કોઈ માનવ હાજર હોય તો તે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર છે. દર છ મહિને આ મથક પરના ત્રણ માણસોના જૂથને બદલવામાં આવે છે.
-
તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
-
તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.