તારક મેહતા કા ઉલ્ટા ચશ્માને 12 વર્ષથી અભિનય કરનાર વધુ એક કલાકારે કહ્યું અલવિદા..!

0
467

સબ ટીવીની સૌથી લોકપ્રિય સિરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ના ફેન્સને મોટો ઝટકો લાગ્યો છે કારણ કે શોમાં 12 વર્ષથી કામ કરતી અને તારક મહેતાની પત્ની નો રોલ કરતી એક્ટ્રેસ નેહા મહેતાએ આ શોને બાય બાય કઈ દીધું છે. ઘણા લાંબા સમયથી વાત હતી કે નેહા મહેતા આ શો છોડી શકે છે અને હવે આ વાત સાચી પણ થઈ ગઈ છે. જેનાથી શોના દર્શકો ખુબજ દૂ:ખી થયા છે.

તારક મેહતા કા ઉલ્ટા ચશ્માને 12 વર્ષથી અભિનય કરનાર વધુ એક કલાકારે કહ્યું અલવિદા..!

આ શો છેલ્લા 12 વર્ષથી લોકોનું મનોરંજન પૂરું પડી રહ્યો છે. અને આ શોથી દર્શકો ખુબજ ખુશ છે અને શોને દર્શકો તરફ થી ઘણો પ્રેમ પણ મળે છે.

નેહાએ મેકર્સને જણાવી દીધું છે કે તે હવે સેટ પર આવી શકસે નહીં. નેહાએ પહેલા જ મેકર્સ ને આ બાબતે જણાવી દીધું હતું પરંતુ મેકર્સ નેહાને આ સેટ પર બનાવી રાખવા માટે ખુબજ પ્રયત્નો કરતાં હતા પરંતુ નેહા પાસે કેરિયર માટે કઈક અલગ પ્લાન છે આથી એક્ટ્રેસ એ આ શો છોડી દીધો છે. તો ક્યાક આવી પણ ખબર મળી છે કે નેહાને બીજો પ્રોજેકટ મળી ગયો છે અને ટૂંક સમયમાં તે જલ્દી જ તેનું શૂટિંગ પણ કરવાની છે.

28 જુલાઈ એજ આ શોને 12 વર્ષ પૂરા થયા છે અને નેહા એ આ શોમાં શરૂઆત થી જ કામ કર્યું છે. તે સિરિયલમાં તારક મેહતાની પત્નીનો રોલ કરતી હતી અને શોમાં તેનું ડાયટફૂડ ખુબજ ચર્ચામાં હતું. જ્યારે લોકડાઉનમાં આ શોનું શૂટિંગ બંધ થયું હતું ત્યારબાદ હમણાં શોનું શૂટિંગ ચાલુ થયું છે આને આ શોને અત્યારે પણ દર્શકો તરફથી ખુબજ પ્રેમ મળ્યો છે જ્યારે આ સિરિયલ TRP રેટિંગમાં ટોપ પર રહી છે.

હવે શોમાં નેહા મહેતાની જગ્યાએ તારક મેહતાની પત્નીનો રોલ કરવા જઇ રહી છે સુનયના ફોજદાર.

તારક મેહતા કા ઉલ્ટા ચશ્માને 12 વર્ષથી અભિનય કરનાર વધુ એક કલાકારે કહ્યું અલવિદા..!

સુનયના વિષે વાત કરીએ તો આ અભિનેત્રી ઘણી ટીવી સિરિયલસમાં કામ કરી ચૂકી છે જેવા કે સંતાન, કુબુલ હૈ, એક રિશ્તા સાઝેદારિ કા, બેલન વાલી બહુ વગેરેમાં સુનયના એ કામ કર્યું છે અને હવે તે “તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા” માં કામ કરવા જઇ રહી છે.

  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here