કેન્દ્ર સરકારે અનલોક-2 માટે નવી ગાઈડલાઈન બહાર પાડી છે આ નવી ગાઈડલાઈન તારીખ 01 જુલાઈથી અમલમાં મૂકવામાં આવશે નવી ગાઈડલાઈનમાં જણાવાયું કે દેશભરમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે માત્ર જરૂરી સેવાઓને છૂટ મળશે આ નવી ગાઈડલાઈનમાં કર્ફ્યુનો સમય ઘટાડવા સિવાયના અનલોક-1ના મોટાભાગના નિયંત્રણો યથાવત રખાયા છે આ દરમિયાન ગુજરાત સરકારે જણાવ્યું હતું કે કેન્દ્રની ગાઈડલાઈનનો અભ્યાસ કર્યા બાદ મંગળવારે નિર્ણય લેવાશે.

unlock-2.0
unlock-2.0

કેન્દ્રએ અનલોક-2 માટે જાહેર કરેલી ગાઈડલાઈન મુજબ દેશભરમાં સ્કૂલ-કોલેજ તારીખ 31 જુલાઈ સુધી બંધ રહશે તે ઉપરાંત, મેટ્રો, રેલવે, સિનેમા હોલ, જિમ, સ્વિમિંગ પૂલ વગેરે પણ તારીખ 31 જુલાઈ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

ગાઈડલાઈનમાં જણાવાયું છે કે 31 જુલાઈ સુધી કન્ટેઈનમેન્ટ ઝોનમાં લોકડાઉન ચાલુ રહેશે કન્ટેઈનમેન્ટ ઝોનમાં માત્ર જરૂરી કામો માટે જ મંજૂરી અપાશે આ ઉપરાંત જાહેર સ્થળો, કામકાજના સ્થળો પર અને ટ્રાન્સપોર્ટના ઉપયોગ દરમિયાન માસ્ક પહેરવું ફરજિયાત છે ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ અને સુરતમાં કોરોના વાયરસના કેસો વધારે છે ત્યારે અનલોક-2માં અપાયેલી છૂટનો લાભ ગુજરાતમાં પણ મળશે કે કેમ? તે અંગે તર્ક-વિતર્કો થઈ રહ્યા છે ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, આજે કેન્દ્રની ગાઈડલાઈનનો અભ્યાસ કરીને પછી નિર્ણય લેવામાં આવશે અનલોક-2ની ગાઈડલાઈન અનુસાર સાર્વજનિક જગ્યાઓ, કાર્યસ્થળો અને પરિવહનનો ઉપયોગ કરતી વખતે ફેસ કવર પહેરવું અનિવાર્ય છે અનલોક-2ની ગાઈડલાઈનમાં રાજ્યો માટે જોગવાઈ કરવામાં આવી છે કે તેઓ કન્ટેઈનમેન્ટ ઝોનની બહાર તે પ્રકારના બફર ઝોનની ઓળખ કરી શકે છે કે જ્યાં કોરોના વાયરસના કેસ વધવાની શક્યતાઓ રહેલી છે જિલ્લા વહીવટકર્તાઓ આવી જગ્યાઓ પર ચોક્કસ પ્રતિબંધ લગાવી શકે છે.

  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here