પાકિસ્તાનથી ફોન આવ્યો, કહ્યું- 26/11 જેવો હુમલો ફરી કરશે. હોટલની સુરક્ષા અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પેટ્રોલિંગમાં વધારવામાં આવ્યું.

26 નવેમ્બર, 2008ના રોજ મુંબઈમાં થયેલા આતંકી હુમલામાં કેટલાક આતંકવાદીઓ તાજ હોટેલમાં પ્રવેશવામાં સફળ રહ્યા હતા ધમકીભર્યા કોલ બાદ મુંબઇ પોલીસે તાજ હોટલની તપાસ કરી

પાકિસ્તાનથી મુંબઈની તાજ હોટલને ઉડાડી દેવાની ધમકી આપતો કોલ આવ્યો છે. આ કોલ ને ગંભીરતાથી લઈ મુંબઈ પોલીસ દ્વારા હોટલની સુરક્ષા વધારી દેવામાં આવી છે. દક્ષિણ મુંબઈ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે.

ફોન પર વ્યક્તિએ કહ્યું કે, “કરાચી સ્ટોક એક્સચેંજ પર થયેલા આતંકી હુમલો બધાએ જોયો. હવે તાજ હોટેલમાં 26/11 નો હુમલો ફરી એકવાર થશે.” માહિતી મળતા તરત જ મુંબઈ પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમ દ્વારા સમગ્ર હોટલની તપાસ કરવામાં આવી. હોટલની બહાર અને ગેટ વે ઓફ ઈન્ડિયાના વિસ્તારમાં સ્પેશિયલ ફોર્સ ‘મુંબઇ વન’ની એક ટીમ તૈનાત કરવામાં આવી છે. તેના દ્વારા અહિયાં આવતા મહેમાનો અને તેમની પ્રવૃત્તિઓ ઉપર નજર રાખવામાં આવી રહી છે.

હોટલના કર્મચારીને વોટ્સએપ નંબર આપ્યો ફોન કરનાર વ્યક્તિએ તેનું નામ સુલ્તાન બતાવ્યું. આ સાથે પોતાનો વોટ્સએપ નંબર પણ હોટલ કર્મચારીને આપ્યો છે. પોલીસ દ્વારા હવે ફોન કરનારની ડિટેલ્સ કાઢવામાં આવી રહી છે.

26 નવેમ્બર 2008ના મુંબઈમાં થયેલા આંતકવાદી હુમલામાં કેટલાક આતંકીવાદીઓ હોટલમાં ઘૂસવામાં સફળ થયા હતા. અને આ હુમલામાં 166 લોકો મરી ગયા હતા.

આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે આ સૌથી લાંબો મુકાબલો હતો. આતંકીઓએ 7 વિદેશી નાગરિકો સહિત ઘણા મહેમાનોને બંધક બનાવ્યા હતા. તાજ હોટલની હેરિટેજ વિંગને આગ લગાઈ હતી. એનએસજી(National Security Guard) 27 નવેમ્બરની સવારે આતંકવાદીઓનો સામનો કરવા પહોંચ્યા હતા. 29 નવેમ્બરની સવાર સુધી હોટલ તાજનું ઓપરેશન ચાલ્યું હતું. લગભગ 60 કલાક ચાલેલા આ હુમલામાં મુંબઇમાં 166થી વધુ લોકો માર્યા ગયા અને 300થી વધુ ઘાયલ થયા હતા. મૃત્યુ પામેલા લોકોમાં 28 વિદેશી નાગરિકો પણ હતા.

તાજનું નિર્માણ ગેટવે ઓફ ઇન્ડિયાના 10 વર્ષ પહેલા થયું હતું. ટાટા ગ્રૂપની ઘણી હોટલો દેશના જુદા જુદા શહેરોમાં આવેલી છે. જેમાંથી મુંબઇમાં હોટલ તાજના નિર્માણની વાર્તા એકદમ રસપ્રદ છે. એવું કહેવામાં આવે છે કે એક વખત રતન ટાટાના પિતા જમશેદજી ટાટા બ્રિટનની મુલાકાતે ગયા હતા, ભારતીય હોવાને કારણે તેમને ત્યાંની હોટલમાં રોકાવાની મંજૂરી મળી નહોતી. ત્યારે જમશેદ જીએ નક્કી કર્યું કે તેઓ એવી હોટલો બનાવશે, જે ફક્ત ભારતીય જ નહીં, પરંતુ આખા વિશ્વના લોકો જોશે. તાજ મહેલ પેલેસ હોટલનું નિર્માણ ગેટવે ઓફ ઈન્ડિયા (1913)ના 10 વર્ષ પહેલાં 1903માં કરવામાં આવ્યું હતું.
આ હોટલની શરૂઆતમાં સિંગલ રૂમનું ભાડું દસ રૂપિયા હતું. જ્યારે પંખા અને બાથરૂમ વાળા રૂમનું ભાડું 13 રૂપિયા હતું. તેણે ઇન્ડિયન નેવીને રસ્તો બતાવવા માટે એક ટ્રાયંગલ પોઇન્ટનું કામ કર્યું છે. ફર્સ્ટ વર્લ્ડ વોર દરમિયાન તેને એક હોસ્પિટલમાં બદલવામાં આવી હતી.

તાજ દેશની પહેલી હોટલ હતી જેને બાર (હાર્બર બાર) અને આખો દિવસ રેસ્ટોરેંટ ચલાવવા માટે લાઇસન્સ મળ્યું હતું. 1972માં દેશમાં પહેલીવાર 24 કલાક ખુલી રહેનાર કોફી શોપ પણ અહીં જ હતી.

તાજ એ દેશની પ્રથમ હોટેલ હતી જેમાં ઇન્ટરનેશનલ સ્તરનું ડિસ્કોથેક હતું. તેમાં જર્મન એલિવેટર્સ લગાવવામાં આવ્યા હતા તુર્કીના બાથ ટબ અને અમેરિકન કંપનીના પંખા લગાવવામાં આવ્યા હતા.

તાજ એ દેશની પ્રથમ હોટેલ હતી જેણે બ્રિટીશ બટલર્સને હાયર કર્યા હતા. તેના પ્રથમ ચાર દાયકા સુધી હોટલના રસોડાઓ ફ્રેન્ચ શેફ દ્વારા ચલાવવામાં આવતા હતા આતંકવાદી હુમલા બાદ બરાક ઓબામા આ હોટલમાં રોકાનારા પહેલા વિદેશી રાષ્ટ્રપતિ હતા.

  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here