અનલોક-3 ની ગાઈડલાઈન જાહેર કરી દેવામાં આવી જે નીચે પ્રમાણે અમલમાં આવશે.

unlock-3-guideline

અનલોક-3માં નાઇટ કર્ફ્યુ હટાવી દેવામાં આવ્યો અને જિમ ખોલાવાની મંજૂરી આવામાં આવી છે જ્યારે શાળા-કોલેજો, સિનેમા હોલ, સ્વિમિંગ પુલ બંધ રાખવામા આવશે. આ ઉપરાંત ઓડિટરિયમ અને એસેમ્બલી હોલ પણ બંધ રાખવામા આવશે તેમજ મેટ્રો ટ્રેન, બાગ-બગીચા, બાર વગેરે બંધ રાખવામા આવશે.

unlock-3-guideline

કોઈ પણ પ્રકારના જાહેર કે ખાનગી કાર્યક્રમો નહીં યોજી શકાય આ ઉપરાંત કોઈ પણ સ્થળે ભીડ એકઠી થઈ આવા કોઈ પણ પ્રકારના કર્યો પર હજી પ્રતિબંધ જ રાખવામા આવ્યો છે.

સરકારની નવી ગાઈડલાઇન મુજબ 1ઓગસ્ટ થી રાત્રિ કર્ફ્યુ દૂર કરવામાં આવ્યો છે અને જિમ ખોલવાની પણ પરવાનગી આપવામાં આવી છે. આ ગાઈડલાઇન 1 થી 30 ઓગસ્ટ સુધી અમલમાં મુકવામાં આવશે.

unlock-3-guideline

આ ગાઈડલાઇન દરમિયાન કન્ટેન્ટમેંટ ઝોન ના વિસ્તારો માં કોઈ પણ જાતનો ફેરફાર કરવામાં આવશે નઇ એટલે કે કન્ટેન્ટમેંટ ઝોન વાળા વિસ્તારોમાં સમગ્ર પણે લોકડાઉન જ રહેશે.

નવી ગાઇડલાઇન મુજબ લોકો હજી પણ આંતરરાષ્ટ્રીય મુસાફરી કરી શકશે નહીં આંતરરાષ્ટ્રીય મુસાફરી કરવા માટે લોકોને હજી પણ રાહ જોવી પડશે. આ ઉપરાંત લોકો અનલોક-3 ની ગાઇડલાઇનને અનુસરીને અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરીને 15મી ઓગસ્ટ સેલિબ્રેટ કરી શકશે.

  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here