આઝાદી પછી જૂનાગઢને ભારતનો હિસ્સો બનાવવામાં શા માટે તકલીફ થઇ હતી?

0
219

ભારતીય સ્વતંત્રતાની લડાઈમાં 600 જેટલા રજવાડાઓ અને બ્રિટિશરાજનો બીજી વારસો, ભારત અને પાકિસ્તાન વચ્ચે વિભાજિત થઈ રહ્યો હતો. બ્રિટિશ ભારતના છેલ્લા કેટલાક મહિનામાં, સરદાર વલ્લભભાઇ પટેલ અને લોર્ડ માઉન્ટબેટન બધા રજવાડાઓ ના રાજા/રાજકુમારોને જોડાવા માટે રજૂઆત કરવામાં, મનાવવામાં, ફોસલાવવામાં, લાંચ આપવામાં લાગી ગયા હતા. નોંધપાત્ર રીતે, 15 ઓગસ્ટ સુધીમાં, ભારત સરકાર લગભગ 560 રજવાડાઓને ભારત માં જોડાવા માં સફળ થઈ; કાશ્મીર, હૈદરાબાદ અને જૂનાગઢ – માત્ર ત્રણ રાજ્યો ને જ ભારત માં જોડવાનું મુશ્કેલીકારક હોવાનું સાબિત થયું.

આમાંથી જૂનાગઢની કથા સૌથી મૂર્ખાઈભરી હતી, જે આગામી કાશ્મીર અને હૈદરાબાદને ભારત માં જોડાવા માટે થયેલી કટોકટીની સામે મજાક સમાન હતી.

આઝાદી પછી જૂનાગઢને ભારતનો હિસ્સો બનાવવામાં શા માટે તકલીફ થઇ હતી?

જૂનાગઢ કાઠિયાવાડમાં ગુજરાતની દક્ષિણ-ટોચ પરનું એક રાજ્ય હતું. જૂનાગઢ માં ઘણા નાના રાજ્યો(પેટ્ટી એસ્ટેટસ અને શેઈખડોમ્સ)નો સમાવેશ થતો હતો. હકીકતમાં પરિસ્થિતિ એટલી મૂંઝવણભરી હતી કે ભારત સરકારને લશ્કરી યોજના ઘડવા પહેલાં જૂનાગઢ ની સાચી સીમાઓ નક્કી કરવા માં કેટલાક અઠવાડિયા લાગ્યાં હતા. આ ઉપરાંત, સરકારી વકીલો આ નાના શેખડોમ્સ કાયદેસર રીતે સ્વતંત્ર હતા કે પછી જુનાગઢના જોડાણ બાદ તેના સત્તાધિકાર હેઠળ આવશે એ નક્કી કરી શકતા નહિ. પરંતુ જુનાગઢ એક મહત્વનું રાજ્ય હતું, જેમાં 700,000 ની વસ્તી હતી, તેમાંના 80% હિંદુ હતા અને જેમના પર મુસ્લિમ રાજાએ શાસન કર્યું હતું.

આઝાદી પછી જૂનાગઢને ભારતનો હિસ્સો બનાવવામાં શા માટે તકલીફ થઇ હતી?

જૂનાગઢ નો નવાબ એક તરંગી પાત્ર હતો, જે કૂતરાઓ પ્રત્યે તેના લગાવ ના લીધે પણ પ્રખ્યાત હતો. એવું કહેવામાં આવે છે કે તેની પાસે 800 જેટલા કુતરા હતા, અને પ્રત્યેક કુતરા ને સાંભળવા માટે તેના વ્યક્તિગત માનવ કર્મચારી પણ રાખ્યા હતા. જ્યારે તેને તેના બે મનપસંદ કૂતરા ના લગ્ન કરાવ્યા હતા ત્યારે તેણે રૂ. 20-30 લાખ “લગ્ન” ઉજવણીમાં ખર્ચ્યા હતા, અને એ દિવસને રાજ્યમાં રજાની ઘોષણા કરી હતી. આમાં કોઈ નવાઈ નથી કે જૂનાગઢ નું વાસ્તવિક શાસન તેમના દિવાન (મુખ્ય પ્રધાન) દ્વારા ચલાવવામાં આવ્યું હતું. બ્રિટિશ ભારતના છેલ્લા મહિનાઓમાં તેમના દિવાન શાહ નવાઝ ભુટ્ટો નામના મુસ્લિમ લીગના રાજકારણી હતા (ભાવિ પાકિસ્તાનના વડા પ્રધાન ઝુલ્ફિકરના પિતા અને બેનઝિર ભુટ્ટોના દાદા).

આઝાદી પહેલાં નવાબ ભારત સરકારને ખાતરી આપી રહ્યા હતા કે તેનો ભારતમાં જોડાવાનો હેતુ છે. પરંતુ સરદાર પટેલની જાણ બહાર તે પાકિસ્તાની સરકાર સાથે વાતચીતમાં હતો. ભુટ્ટોને બાજુની ફેરબદલ માટે જિન્ના દ્વારા માર્ગદર્શન અપાયુ હતું. અને તેથી 15 ઓગસ્ટ, જયારે આઝાદીની ઘોસણા થય ત્યારે જૂનાગઢએ પોતાને પાકિસ્તાન માં જોડી દીધું. 17 ઓગસ્ટના રોજ અખબારોમાં પ્રકાશિત ન થયું ત્યાં સુધી ભારત સરકારે આ બાબત વિષે ખબર પણ નાતી પડી!

આશ્ચર્યચકિત થઈને, ભારતએ પાકિસ્તાનને એક સંદેશ મોકલ્યો, જેમાં તેઓને જૂનાગઢ ના જોડાણને નકારવા કહ્યું. જેનો કોઈ જવાબ ન મળ્યો. થોડા દિવસો પછી, પાકિસ્તાને જાહેર કર્યું કે તેને જૂનાગઢ નું જોડાણ સ્વીકારી લીધું છે. જુનાગઢના નિર્ણયને પલટાવવા માટે દબાણ લાવવા નવી દિલ્હીમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. આની શરૂઆત ખાદ્ય અને કોલસા જેવી આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય બંધ કરીને રાજ્ય પર પ્રતિબંધ મૂકીને થઈ. ભારતીય સૈન્યની તાકાત બતાવવા અને ભારત કોઈ પણ રીતે જૂનાગઢને જતું નથી કરવાનું એના પ્રદર્શન તરીકે આ ક્ષેત્રની આજુબાજુ સેના તૈનાત કરવામાં આવી હતી. ભુટ્ટોએ જીનાહને પત્ર લખીને નાણાંકીય અને સૈન્ય સહાયની માંગ કરી અને બનેતો થોડી હવાઈ સહાયની માંગ કરી.

વધુ વાંચો: કોન્ડોમનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો?

નવી દિલ્હીએ પણ રાજ્ય સરકારી કર્મચારી વી.પી.મેનન જેમણે રાજ્યોના એકીકરણ પ્રોજેક્ટના પોઇન્ટ મેન બનવા માટે ડિમોશન લીધું હતું તેમને જૂનાગઢ રવાના કર્યા. ત્યાં તેમની મુલાકાત ભુટ્ટો સાથે થઈ. તેમણે ભુટ્ટોને પાકિસ્તાનમાં જોડાવાની મૂર્ખતાને બદલાવ પ્રયાસ કર્યો, જેનો જમીન દ્વારા જૂનાગઢ સાથે કોઈ સંબંધ નથી. ભુટ્ટોએ તેને નકારી કાઢતાં કહ્યું કે બંને સમુદ્ર (વેરાવળ અને કરાચી બંદર વચ્ચે 300 માઇલ) દ્વારા જોડાયેલા હતા. ભુટ્ટોએ કહ્યું કે, થોડા જ સમયમાં સામ્યવાદીઓએ કોંગ્રેસનો હવાલો સંભાળી લેશે અને આવી મુશ્કેલીથી દૂર રહેવું જૂનાગઢનું પાકિસ્તાન સાથે જોડાવામાં જ શ્રેષ્ઠ હિત હતું. નિરાશ, મેનન ખાલી હાથે પાછા ફર્યા.

આ સમયએ, ઘણા ગૂંચવણમાં મૂકતા રસ્તા સમાંતરમાં ઉદ્ભવવા લાગ્યા. રાજકોટમાં સમલદાસ ગાંધીએ (મહાત્માના ભત્રીજા) નવાબ સામે બળવો શરૂ કરવાની યોજના સાથે એક કામચલાઉ સરકારની સ્થાપના કરી. પાછળથી ભારત સરકારે આ બળવા સાથે કંઈ લેવા દેવાનું ના હોવાનો દાવો કર્યો હતો, તે ખૂબ જ સારી સમજી શકાય કે મેનને જ ગાંધીને આગળ વધવાનું કીધું હશે. તેની સાથે સાથે, જૂનાગઢની સરહદે આવેલા નાના રાજ્ય માણાવદરે એવું સૂચન કરવાનું શરૂ કર્યું કે તે પણ કદાચ પાકિસ્તાન પણ જાય. દરમિયાન, જૂનાગઢની અંદર બે નાની વસાહતો – બાબરિયાવાડ અને માંગરોલ – જેમાં પચાસ ગામોનો સમાવેશ થાય છે, એમને જૂનાગઢથી સ્વતંત્રતા જાહેર કરી હતી અને ભારતમાં જોડાવાનો નિર્ણય લીધો હતો. તેના પ્રતિસાદ રૂપે, ભુટ્ટોએ તેમના વસાહતો પર નિયંત્રણ મેળવવા માટે તેમની સેનાઓ આ વસાહતોમાં મોકલી હતી.

નવી દિલ્હીમાં આ મુદ્દો વિવાદાસ્પદ સાબિત થયો. સરદાર પટેલ લશ્કરી બળનો ઉપયોગ કરવાની તરફેણમાં હતા કારણ કે જૂનાગઢએ બાબરીયાવાડ પર “આક્રમણ” કર્યું હતું અને માંગરોળને પણ “યુદ્ધની ક્રિયા” તરીકે ગણી શકાય. પરંતુ જવાહરલાલ નહેરુ બળનો ઉપયોગ કરવામાં અચકાતા હતા કારણ કે તેનો અર્થ પાકિસ્તાન સાથેનો યુદ્ધ હશે, જે ભારત માટે ખૂબ મોંઘો સાબિત થશે. (આ તબક્કે તેને કોઈ ખ્યાલ નહોતો કે કાશ્મીર પર આક્રમણ માટેની પાકિસ્તાની તૈયારીઓ પહેલાથી જ ચાલી રહી છે.) આ બાબતોને વધુ જટિલ બનાવવા માટે, ભારતના સ્ટાફના વડાઓએ કેબિનેટને એક વ્હાઇટ પેપર રજૂ કરતાં કહ્યું કે, પાકિસ્તાન સાથે યુદ્ધની સ્થિતિમાં, બ્રિટીશ અધિકારીઓ (હજી પણ ભારતીય સૈન્યમાં ફરજ બજાવતા) ​​તેઓ લડશે નહિ, કારણ કે તેઓ પાકિસ્તાની સૈન્યમાં ફરજ બજાવતા બ્રિટિશ અધિકારીઓ સામે લડતા ન હતા. ભારતીય નેતાઓએ આ અંગે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે લશ્કરી વડાઓ તેમની હદ વટાવી રહ્યા છે. બીજા જ દિવસે માઉન્ટબેટને લશ્કરી વડાઓને પીછેહઠ માટે ખાતરી આપી હતી અને સૈન્ય અને સરકાર વચ્ચે નો ક્લેશ ટળી ગયો હતો. સપ્ટેમ્બરના અંત સુધીમાં નહેરુએ જુનાગઢને સૈન્ય અને નૌકાદળથી ઘેરી લેવાનું નક્કી કર્યું હતું, પરંતુ બળનો ઉપયોગ કરવાનો નતો. દરમિયાન, તેમણે પાકિસ્તાન સરકાર પર આ મુદ્દે આગળ આવવા માટે દબાણ ચાલુ રાખ્યું હતું.

આઝાદી પછી જૂનાગઢને ભારતનો હિસ્સો બનાવવામાં શા માટે તકલીફ થઇ હતી?

નવી દિલ્હીમાં આ મુદ્દો વિવાદાસ્પદ સાબિત થયો. સરદાર પટેલ લશ્કરી બળનો ઉપયોગ કરવાની તરફેણમાં હતા કારણ કે જૂનાગઢએ બાબરીયાવાડ પર “આક્રમણ” કર્યું હતું અને માંગરોળને પણ “યુદ્ધની ક્રિયા” તરીકે ગણી શકાય. પરંતુ જવાહરલાલ નહેરુ બળનો ઉપયોગ કરવામાં અચકાતા હતા કારણ કે તેનો અર્થ પાકિસ્તાન સાથેનો યુદ્ધ હશે, જે ભારત માટે ખૂબ મોંઘો સાબિત થશે. (આ તબક્કે તેને કોઈ ખ્યાલ નહોતો કે કાશ્મીર પર આક્રમણ માટેની પાકિસ્તાની તૈયારીઓ પહેલાથી જ ચાલી રહી છે.) આ બાબતોને વધુ જટિલ બનાવવા માટે, ભારતના સ્ટાફના વડાઓએ કેબિનેટને એક વ્હાઇટ પેપર રજૂ કરતાં કહ્યું કે, પાકિસ્તાન સાથે યુદ્ધની સ્થિતિમાં, બ્રિટીશ અધિકારીઓ (હજી પણ ભારતીય સૈન્યમાં ફરજ બજાવતા) ​​તેઓ લડશે નહિ, કારણ કે તેઓ પાકિસ્તાની સૈન્યમાં ફરજ બજાવતા બ્રિટિશ અધિકારીઓ સામે લડતા ન હતા. ભારતીય નેતાઓએ આ અંગે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે લશ્કરી વડાઓ તેમની હદ વટાવી રહ્યા છે. બીજા જ દિવસે માઉન્ટબેટને લશ્કરી વડાઓને પીછેહઠ માટે ખાતરી આપી હતી અને સૈન્ય અને સરકાર વચ્ચે નો ક્લેશ ટળી ગયો હતો. સપ્ટેમ્બરના અંત સુધીમાં નહેરુએ જુનાગઢને સૈન્ય અને નૌકાદળથી ઘેરી લેવાનું નક્કી કર્યું હતું, પરંતુ બળનો ઉપયોગ કરવાનો નતો. દરમિયાન, તેમણે પાકિસ્તાન સરકાર પર આ મુદ્દે આગળ આવવા માટે દબાણ ચાલુ રાખ્યું હતું.

વધુ વાંચો: કેમ વધી જાય છે લગ્ન થતા જ સ્ત્રીના સ્તન. જાણો ચોંકાવનારી વાત….

ઓક્ટોબર મહિનામાં, જૂનાગઢમાં પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી, જેમાં ભારતીય પ્રતિબંધ હેઠળ ખાદ્યપદાર્થો અને અન્ય જરૂરી ચીજોની અછત ઉદભવી હતી. તે દરમિયાન, ગાંધીની કામચલાઉ સરકારે રાજ્યના કેટલાક નગરો પર કબજો લઈ તેમની બળવો શરૂ કરી દીધી હતી. કાઠિયાવાડમાં હિંદુ-મુસ્લિમ રમખાણોનું જોખમ વધારે હોવાને કારણે આ સમગ્ર ઘટનાઓ પણ સાંપ્રદાયિક પ્રભાવ પ્રાપ્ત કરી શકે તેમ હતું. પરિસ્થિતિ વધુ વણસી જતા, નવાબે તેમની લગભગ(પણ બધી નહિ) પત્નીઓ અને તેના કેટલાક કુતરાઓ સાથે, રાજ્યની તિજોરીમાં તમામ પૈસા લઈને, પાકિસ્તાન ભાગવાનું નક્કી કર્યું. ભુટ્ટો પર રાજ્યનો પ્રભારી છોડી દેવામાં આવ્યો હતો.

ભુટ્ટો પાકિસ્તાનને સૈન્ય અને આર્થિક સહાયની માંગ કરતા રહ્યા, પણ એ મદદ માટે ક્યારેય આવી નહીં. આનું એક કારણ એ હતું કે, આઝાદી પહેલાં, તેમના (બ્રિટિશ) સૈન્યના વડાઓ દ્વારા ભાગલા પછી પાકિસ્તાની સૈન્યની સ્થિતિ વિશે જિન્નાહને યોગ્ય રીતે માહિતી આપવામાં આવી ન હતી. આ સમયે જ તેમને ખ્યાલ આવી રહ્યો હતો કે પાકિસ્તાની સેના કેટલી નબળી છે. તદુપરાંત, કાશ્મીર કાર્યવાહીની તૈયારીમાં, પાકિસ્તાની સૈન્ય સ્ટોર્સ ખૂબ ઓછા થઈ ગયા હતા. પાકિસ્તાન પાસે જૂનાગઢને મદદ કરવા કંઈ પણ નહોતું.

આઝાદી પછી જૂનાગઢને ભારતનો હિસ્સો બનાવવામાં શા માટે તકલીફ થઇ હતી?

ઓક્ટોબરના અંતમાં કાશ્મીરમાં વિવાદ ફાટી નીકળ્યો. નહેરુનો પાકિસ્તાન સાથે યુદ્ધમાં ન જવાનો નિર્ણય હવે અનિશ્ચિત હતો. ભારત સરકાર જુનાગઢ માં બળનો ઉપયોગ કરવા વધુ તૈયાર થઈ હતી. પાકિસ્તાનમાં જતા રહેવાની ધમકી આપતા નાના રાજ્ય, માણાવદરના ખાન દ્વારા હિંદુઓને પજવવાના સમાચાર આવ્યા હતા. 22 મી ઓક્ટોબરે સરકારે રાજ્યની સત્તા લેવા માટે એક નાનું લશ્કરીદળ મોકલ્યું.

ત્યારબાદ 1 નવેમ્બરના રોજ બાબરીયાવાડ અને માંગરોળનો વહીવટ સંભાળવા લશ્કરી દળો રવાના કરવામાં આવ્યા હતા. ભારતીય સૈન્ય આ વસાહતોમાં પહોંચતા કલાકો પહેલા જ જૂનાગઢ સૈન્ય ત્યાંથી ભાગી ગયું હતું. પરંતુ ભારત સરકાર હજુ પણ જૂનાગઢ પર પૂર્ણ આક્રમણકરવા માંગતી નતી. એક અઠવાડિયા સુધી આ જ સ્થિતિ રહ્યા પછી, ભુટ્ટોએ આખરે 9 નવેમ્બરના રોજ, ભારતને જૂનાગઢની શાસન સંભાળવાની રજુઆત કરી. સરકારના એડમિનિસ્ટ્રેટર 9 નવેમ્બરના રોજ જૂનાગઢ પહોંચ્યા, પરંતુ ભુટ્ટો પહેલેથી જ પાકિસ્તાન ભાગી ચુક્યો હતો.

આખરે લોકો શું ઇચ્છે છે તે નક્કી કરવા માટે એક લોકમત યોજવામાં આવ્યો. જેમાં ભારતમાં જોડાવા 1,90,૮૭૦ મત હતા અને પાકિસ્તાન માટે 91 જ મત હતા. થોડા મહિના પછી નવાબે પણ ભારત પાછા આવવાનો પ્રસ્તાવ મૂક્યો, પરંતુ પાકિસ્તાનમાં ભારતીય હાઈ કમિશનરને તેમને અવગણવાની સૂચના આપવામાં આવી. તેના કૂતરા પાછળથી વેચી દેવામાં આવ્યા હતા અથવા મારી નાખવામાં આવ્યા હતા. આ કુતરા ઓ ને સાચવવા સરકારને રૂ. 16,000 નો ખર્ચ થતો હતો.

શરૂઆતથી જ, જૂનાગઢનું પાકિસ્તાનમાં પ્રવેશ એ માત્ર એક કાલ્પનિક ઘટના જ હતી, જેની વ્યવહારિક શક્યતા નતી. તેમ છતાં તે આંતરરાષ્ટ્રીય મંચોમાં પાકિસ્તાન ની તરફેણ માં એક મહાન દલીલ બન્યું. અહીં એક એવું રાજ્ય હતું જેણે હિન્દુઓની વસ્તીને બચાવવાનો દાવો કરીને તેના મુસ્લિમ શાસકની ઇચ્છા વિરુદ્ધ બળપૂર્વક ભારતએ કબજો કર્યો હતો. કાશ્મીરમાં એની વિરુદ્ધ હતું. ત્યાં ભારતે મુસ્લિમ વસ્તીની ભાવનાઓને અવગણીને હિન્દુ રાજા સાથેના કરારને સમર્થન આપવાનો દાવો કર્યો છે. પાકિસ્તાને જુનાગઢને તેના નકશામાં તેના ભાગ રૂપે 1950 ના દાયકામાં બતાવ્યું. દરમિયાન, ભારતીય પક્ષે જણાવ્યું હતું કે ભારતે જૂનાગઢ પર આક્રમણ કર્યું નથી, પરંતુ નવાબની સરકાર સંપૂર્ણ પતન પછી જ તેને કબજે કરી લીધી છે.

અંતે, આ ફક્ત રાજકીય દલીલો છે.

Source: Quora

  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.

વધુ વાંચો: “Aashram 2” માં બોબી દેવલ સાથે શરીર સુખ માણતા સીન કરતા ત્રિધા ચૌધરી મુકાઈ મુશ્કેલીમાં, અને પછી…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here