યશ સોની , ભારતીય અભિનેતા જેને નાટકો અને ફિલ્મ ઉદ્યોગ માં પોતાનું નામ મેળવ્યું છે . તેનો જન્મ ૧૬ ઓક્ટોબર ૧૯૯૬ માં થયો હતો. યશ એ ૬ વર્ષ ની આયુ થી જ પોતાના અભિનય ની શરૂઆત કરી હતી.

 

તેમને કરેલી મુવીઓ:

વર્ષ શીર્ષક ભૂમિકા ભાષા
2015 છેલ્લો દિવસ નિખિલ ગુજરાતી
2016 ડેસ ઓફ ટફરી નિખિલ હિન્દી
2018 શુ થયુ? નીલ ગુજરાતી
2019 ચાલ જીવી લઈએ આદિત્ય પરીખ ગુજરાતી

 

તેણે ૨૦૧૫ માં ગુજરાતી સિનેમામાં કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘છેલ્લો દિવસ ‘ થી પોતાના અભિનય ની ફિલ્મ ઉદ્યોગ માં શરૂઆત કરી હતી. જે ફિલ્મ ને હિટ જાહેર કરવામાં આવી હતી અને યશ ની ખુબ જ પ્રશંશા કરવામાં આવી હતી. ત્યારબાદ તેને કેટલીક વ્યાપારિક અને પ્રાયોગિક થિએટર પ્રોડ્યૂકશન માં અભિનય કર્યું.

તેમને કરેલ નાટક:

વર્ષ શીર્ષક ભૂમિકા
2019 ત્રણ આડી લીટી
હેમાંગ

 

 

૨૦૧૬ માં યશ એ યાજ્ઞિક દ્વારા જ દિગ્દર્શિત અને છેલ્લો દિવસ ની રીમેક ‘ડેઝ ઓફ ટફરી ‘ સાથે બોલિવૂડ માં એટલે કે હિન્દી સિનેમામાં પગ મુક્યો. તેને ફરીથી દિગ્દર્શક યાજ્ઞિક સાથે એક વ્યવસાયિક રીતે સફળ ફિલ્મ ‘ શું થયું?’ માં પોતાનો સહયોગ આપ્યો. જે ફિલ્મ ૨૦૧૮ માં સિનેમા જગત માં પ્રસ્તુત થયી હતી.

તેની સૌથી સફળ ફિલ્મ તો ૨૦૧૯ માં આવી હતી જેમાં તેને મુખ્ય ભૂમિકા નિભાવી હતી . એ ફિલ્મ નું નામ હતું ‘ચાલ જીવી લઈએ’. જે સૌથી વધુ કમાણી કરનારી ગુજરાતી ફિલ્મ બની હતી. ચાલ જીવી લઈએ એક એવી ઐતિહાસિક ફિલ્મ હતી જેને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માં ખુબ જ લોકપ્રિયતા મેળવી હતી. તેમજ દર્શકો એ પણ આ ફિલ્મ ને ખુબ જ સારો પ્રતિભાવ આપ્યો અને સરાહના કરી.

તે સ્વભાવ માં ખુબ જ મોજીલો માનસ છે. તે તેના સહયોગી સાથે ખુબ જ સારી રીતે વર્તે છે. તે એક સારું વ્યક્તિત્વ ધરાવતો વ્યક્તિ છે. ભવિષ્ય માં તે એક ખુબ જ સફળ અભિનેતા બનશે.

  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.

અમારા નવા બ્લોગ માટે :-

અવનવી ગેમ્સ અને નવી નવી એપ્લિકેશન ડાઉન્લોઅડ કરવા માટે અહીં આપેલી લિંક પર ક્લિક કરો.

APKMODES.COM

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here